કેસરિયા શ્રીકૃષ્ન મનોહર, મોહન મુજને વહાલા કાન, ૨/૪

૭૪૬ પદ ર/૪
 
કેસરિયા શ્રીકૃષ્ન મનોહર, મોહન મુજને વહાલા કાન,
મોહન મુજને વહાલા વનમાળી, ભકિતધર્મના લાલા કાન. કેશ.૧
ભકિત ધર્મનાલાલા મારા વહાલા, ઘણા દિવસમાં મળીયા કાન,
ઘણા દિવસમાં મળીયા મારા વહાલા, બોલે તમારે પળીયા કાન. કેશ. ૨
બોલે તમારે પળીયા મારા વહાલા, હવે નહીં દેશું જાવા કાન,
હવે નહિ દેશું જાવા મારા વહાલા, રાખશું આવાને આવા કાન. કેશ. ૩
રાખશું આવાને આવા મારા વહાલા, જેમ કહેશો તેમ કરશું કાન,
જેમ કહેશો તેમ કરશું મારા વહાલા, કેડે કેડે ફરશું કાન. કેશ. ૪
કેડે કેડે ફરશું મારા વહાલા, જુગતે કરી જમાડું કાન,
જુગતે કરી જમાડું મારા વહાલા, રૂદિયા ઉપર રમાડું કાન. કેશ. ૫
રૂદિયા ઉપર રમાડું મારા વહાલા, છો મારા અંતરજામી કાન,
છો મારા અંતરજામી મારા વહાલા, પ્રેમાનંદના સ્વામી કાન. કેશ. ૬

મૂળ પદ

શામળિયા સુંદરવર મારે, મંદિર પધારો રાજ,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી