જીવન જોયા જેવા રે કેસરિયાજી, જોયાના પડતા હેવારે, રંગ ભરીયાજી, ૧/૨

૭૪૯ પદ ૧/૨ રાગ ગરબી
 
જીવન જોયા જેવા રે કેસરિયાજી, જોયાના પડતા હેવારે, રંગ ભરીયાજી,
વહાલારે મારા આવો ઓરા છબી જોઇ, નેણાંમે રાખું પ્રોઇરે. કેસ.૧
વહાલારે મારા હોંશ ઘણી છે જો હૈયે, કેને વાત કહીયેરે. કેસ.૨
વહાલારે મારા મનડું આતુર મળવા કાજે, લાજું છું લોક લાજે રે. કેસ.૩
વહાલારે મારા ઘરમાં સાસુની બ્હીક ભારી, નણંદલ છે નઠારીરે. કેસ.૪
વહાલારે મારા વાટે ઘાટે મ્હેણાં દે છે, કાનુડાવાળી કે'છેરે. કેસ.૫
વહાલારે મારા આજ આવી છું હું તો છાની, એક વાત છે પુછવાનીરે. કેસ.૬
વહાલારે મારા પાડોસણને છે પ્યાર, આવોને એક વારરે. કેસ.૭
વહાલારે મારા પ્રેમાનંદના અલબેલા, એકાંતે આવો છેલારે. કેસ.૮ 

મૂળ પદ

જીવન જોયા જેવા રે કેસરિયાજી, જોયાના પડતા હેવારે, રંગ ભરીયાજી,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી