કરુણાના સાગર કુંવર ધર્મના જો, ૨/૪

 

૭૫૨ પદ ર/૪
કરુણાના સાગર કુંવર ધર્મના જો,
કરી કરુણા કાપ્યા બંધ કર્મના જો. કરૂ.૧
વહાલો કરુણા કરીને હરિ અવતર્યા જો,
કરી કરુણા વહાલેજી ભવ દુઃખ હર્યા જો. કરૂ.૨
અતિ કરુણામય છે એની મૂર્તિ જો,
પ્રેમીજન નવ મેલે ઘડી ઉરથી જો, કરૂં.૩
અતિ કરુણામય છે એની વાતડી જો,
સાંભળીને ઠરે છે મારી છાતડી જો. કરૂ.૪
અતિ કરુણામય છે એની આંખડી જો,
જાણે શરદ કમલ કેરી પાંખડી જો. કરૂ.૫
અતિ કરુણામય વહાલાની ચાલ છે જો,
પ્રેમાનંદ નીત નિરખીને નિહાલ છે જો. કરૂ.૬

 

 

મૂળ પદ

સહજાનંદજી સનેહી સુખધામ છે જો,

મળતા રાગ

ગરબી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ગૌતમ અંબાસણા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
3
1