સહજાનંદજી સનેહી જીવનપ્રાણ છે જો, ૩/૪

૭૫૩ પદ ૩/૪

સહજાનંદજી સનેહી જીવનપ્રાણ છે જો,

ભકત પ્રાણપતિ પરમ સુજાણ છે જો.સહ.૧

ભકતનાથ ભકત જીવન ભગવાન છે જો,

ભકતવછલ હરિ કરુણાના નિધાન છે જો.સહ.૨

ભકતનેણ રવિ ભકત ઉર ભૂષણ જો,

ભકત લોચન હરે ભવ દૂષણ જો.સહ.૩

ભકત કલ્પતરૂ કામધેનુ છે હરિ જો,

ભકત અર્થે આવીને આજ દેહ ધરી જો.સહ.૪

ભકત તેજ તપ દૈવત નિવાસ છે જો,

ભકત આનંદ સુખ સદા અવિનાશ છે જો.સહ.૫

ભકત વલ્લભને ભકત પૂરણકામ છે જો,

પ્રેમાનંદ કહે એવા સહજાનંદ શ્યામ છે જો.સહ.૬

મૂળ પદ

સહજાનંદજી સનેહી સુખધામ છે જો,

મળતા રાગ

ગરબી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)



ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)

Studio
Audio
0
0