એવા પુરુષોત્તમ મહારાજરે, અવતરિયા, અનંત જીવોના કરવા કાજરે.૩/૪

૭૫૭ પદ ૩/૪
એવા પુરુષોત્તમ મહારાજરે, અવતરિયા, અનંત જીવોના કરવા કાજરે.              અવ.૧
નિજધર્મ ધરાપર થાપ્યોરે, અવ. દુરાચાર જગતમાંથી કાપ્યોરે.                       અવ.૨
નિજજનને મહા સુખ દેવારે, અવ. અવર જીવોના પાપ લેવારે.                        અવ.૩
કલિના મતને ટાળવારે, અવ. નારદ નિગમનાં વચન પાળવારે.                      અવ.૪
નિજ દિવ્ય પ્રતાપ વિસ્તાર્યોરે, અવ. કામ શત્રુને ગરદન માર્યોરે                       અવ.૫
જ્ઞાન વૈરાગ્ય ધર્મ પ્રકાશકરે, અવ. માયાકાળ કર્મ ભય નાશકરે.                        અવ.૬
એવા ભકિતધર્મના બાલરે, અવ. પ્રેમાનંદતણા પ્રતિપાલરે.                             અવ.૭ 

મૂળ પદ

શ્રી પુરુષોત્તમ બહુનામીરે, મુને મળીયા,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી