છોગાળા સુંદર છેલ, નંદના નાથજી, ઓરા આવોને અલબેલ.૧/૪

૭૫૯ પદ ૧/૪ રાગ ગરબી
મરમાળા મારે મોહોલ આવો અલબેલા એ ઢાલ છે.
 
છોગાળા સુંદર છેલ, નંદના નાથજી, ઓરા આવોને અલબેલ. નંદ.૧
છો પતિત પાવન નામ, નંદ. દીસો છો પૂરણકામ. નંદ.૨
મુખ બોલો અમૃત વેણ, નદ. રૂપાળા રાજીવ નેણ. નંદ.૩
કોડીલા કુંવર કાન, નંદ. ભુઘર છો ભીને વાન. નંદ.૪
તમે છોજી ચતુર સુજાણ, નંદ. હસીને હરો છો પ્રાણ. નંદ.૫
લાવણ્યતા બહુ છે લાલ, નંદ. વળી ચટક રંગીલી ચાલ. નંદ.૬
નેણામાં ઘણો સનેહ, નંદ. વેણે વરસો અમૃત મેહ. નંદ.૭
દીસે અંગમાં અજબ મરોડ, નંદ. પુરો પ્રેમાનંદના કોડ. નંદ.૮ 

મૂળ પદ

છોગાળા સુંદર છેલ, નંદના નાથજી, ઓરા આવોને અલબેલ.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી