કામણ છે મોરલી માંહ્ય, કામણગારાજી, સાંભળતામાં વશ થાય૩/૪

 ૭૬૧ પદ ૩/૪

કામણ છે મોરલી માંહ્ય, કામણગારાજી, સાંભળતામાં વશ થાય. કામ.૧

તમે કામણગારા કાન, કામ. ગાવે કામણગારી તાન. કામ.૨

વાઇ વંશી કામણગારી, કામ. મોહ્યાં ત્રિભુવનનાં નરનારી. કામ.૩

રૂપાલાં લોચન જોડ, કામ. ભર્યા કામણ લાખ કરોડ. કામ.૪

જોવું ને હસવું તમારૂં, કામ. દુઃખસાગરનું હરનારું. કામ.૫

કર લટકાં કામણ રૂપ, કામ. મોહ્યાં સુર નર મુનિ વર ભૂપ. કામ.૬

ભર્યા કામણ નખ શિખ શ્યામ, કામ. મૂર્તિમાં અતિ અભિરામ. કામ.૭

 કામણગારી ચાલ ચતુર, કામ. જોઇ પ્રેમાનંદ ચકચૂર. કામ.૮

મૂળ પદ

છોગાળા સુંદર છેલ, નંદના નાથજી, ઓરા આવોને અલબેલ.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી