અલબેલા આનંદકંદ, વહાલા લાગો છો, મારા મેટતા ભવના ફંદ૪/૪

 ૭૬૨ પદ ૪/૪

અલબેલા આનંદકંદ, વહાલા લાગો છો, મારા મેટતા ભવના ફંદ.વહાલા         ૧
મારા પ્રાણ તણા છો પ્રાણ, વહાલા. શામળિયા ચતુર સુજાણ.વહાલા               ૨
મારી આંખડલીના સૂર, વહાલા. નહિ મેલું નટવર દૂર.વહાલા                         ૩
મારાં નેણ તણા શણગાર, વહાલા. છો હરિ હેયાના હાર.વહાલા                       ૪
મારા તનડાના તાવિત વહાલા. રાખું ઉરમાહી કરી પ્રીત વહાલા.                   ૫
હું વર માગું તમ પાસ, વહાલા. મને રાખો પાસ કરી દાસ.વહાલા                   ૬
હું એ વર માંગું મીત, વહાલા. રેજ્યો રાજી મુજ પર નીત.વહાલા                    ૭
પ્રેમાનંદની વિનતિ નાથ, વહાલા. મને સદાયે રાખજ્યો સાથ.વહાલા              ૮

મૂળ પદ

છોગાળા સુંદર છેલ, નંદના નાથજી, ઓરા આવોને અલબેલ.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૩
Studio
Audio
0
0