એમ અગણિત વિશ્વ રચાય છે, સહજાનંદજી ૧/૧

એમ અગણિત વિશ્વ રચાય છે, સહજાનંદજી;
		સહુના પાલણ પોષણ થાય છે, સહજાનંદજી	...૧
નાથ ભ્રુકુટી તણો વિલાસ છે-સ૦ એવી અનંત શક્તિ તમ પાસ છે	- સ૦૨
ક્ષર અક્ષર સહિત ઝ્ાજી લય કરો-સ૦ વળી સ્વતંત્ર થકા એક વિચરો	-સ૦૩
એવા યોગ કલાનિધિ આપ છો-સ૦ વળી વ્યાપક થકા નિષ્પાપ છો	-સ૦૪
શું વર્ણવું બુદ્ધિ અતિ બાલ છે-સ૦ મહિમા સાગર વિશાલ છે		-સ૦૫
મેં તો એમ જ મૂઢ નિશ્ચય કર્યો-સ૦ બીજો વિવેક સર્વે મેલ્યો ધર્યો	-સ૦૬
આ પ્રગટ તમારો આકાર છે-સ૦ સર્વે સાર તણો એ સાર છે		-સ૦૭
મારી સમજણનો એ સિદ્ધાંત છે-સ૦ મારું તત્ત્વ એ વેદ વેદાંત છે	-સ૦૮
તમ વિના ન ઇચ્છું બીજું એક રતિ-સ૦ બીજા લોક ભોગ સુખ સંપત્તિ	-સ૦ ૯
એક મૂર્તિ તમારી મારે એ જ ધણી-સ૦ મારે કલ્પતરુ એ ચિંતામણિ	-સ૦૧૦
મારે એ જ મુક્તિ સર્વે ધામ છે-સ૦ મારે બીજાનું શું કામ છે		-સ૦૧૧
તજી અમૃત કોણ પીએ છાશને-સ૦ તજી મણિ કોણ લીએ કાચને	-સ૦૧૨
એવા ધર્મતનય સુખધામ છો-સ૦ ભક્તકલ્પતરુ પૂરણકામ છો		-સ૦૧૩
મહા દિવ્ય પ્રતાપ છપાવીને-સ૦ થયા નાથજી નર ભુવિ આવીને		-સ૦૧૪
દીનબંધુ દયા ઉર આણીને-સ૦ આવ્યા તારવા પાપી પ્રાણીને		-સ૦૧૫
મતવાદી જાણી નવ શકે-સ૦ મહાપાપી મુખે જેમ તેમ બકે		-સ૦૧૬
જોઈ વૃષકુળરવિ દુ:ખ દૂર ગયાં-સ૦ નિજ જનમન પંક પ્રફુલ્લિત થયાં	-સ૦૧૭
મહા પ્રથિત પ્રતાપ વિસ્તારિયો-સ૦ કવિ સહઝ્ા વદને નવ જાય કહ્યો	-સ૦૧૮
મહામત્ત સઘન તમ કાપિયો-સ૦ ભુવિ એકાંતિક ધર્મ થાપિયો		-સ૦૧૯
સર્વે ગુરુ આચાર્ય જોઈ કંપિયા-સ૦ સખી મરમ અલૌકિક જંપિયા	-સ૦૨૦
કેનો ભાર જે કોઈનો પગ ટકે-સ૦ કોઈ મુખથી વાત કરી નવ શકે	-સ૦૨૧
જોઈ ધ્યાન સમાધિ ધારણા-સ૦ પામ્યા અચરજ રાજા લોક ઘણા	-સ૦૨૨
થાયે પરચા દેશ વિદેશમાં-સ૦ વળી ઘરઘર ભક્ત નરેશમાં		-સ૦૨૩
વળી એક અનેક રૂપ થઈ તમે-સ૦ જાઓ તેડવા ભક્તને અંતસમે	-સ૦૨૪
મહા બળિયા કામ ક્રોધ કહાવિયા-સ૦ જેણે બ્રહ્માદિકને કંપાવિયા	-સ૦૨૫
એવા અસુર પકડી કર્યા હાથમાં-સ૦ જીતી લીધા વાતની વાતમાં		-સ૦૨૬
એવા અલૌકિક ઐશ્વર્ય દેખાડિયાં-સ૦ મતવાદીનાં મૂળ ખોદી કાઢિયાં	-સ૦૨૭
બીજા અસુર માયાવી અતિ ઘણા-સ૦ સર્વે પૂત રાજસ તામસ તણા	-સ૦૨૮
ધરી રૂપ વિધવિધે આવિયા-સ૦ તેને સામ દંડ ભેદે સમજાવિયા		-સ૦૨૯
દ્રોણીનાં વચન તે સત્ય કર્યાં-સ૦ કેદી શસ્ત્ર અસ્ત્ર તે નવ ધર્યાં		-સ૦૩૦
એવાં દિવ્ય ચરિત્ર નવ જાયે કહ્યાં-સ૦ આપ ઇચ્છાએ જે જે થયાં	-સ૦૩૧
અતિ વૃષકુળ જશ વિસ્તારિયો-સ૦ ગાઈ પ્રેમાનંદે ઉર ધારિયો		-સ૦૩૨


 

મૂળ પદ

એમ અગણિત વિશ્વ રચાય છે, સહજાનંદજી

મળતા રાગ

ગરબી, મારો મત કહું તે સાંભળો વ્રજવાસીજી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ખમાજ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
મહિમા
Studio
Audio & Video
0
0