પુરુષોત્તમ પોતે પ્રગટ્યા, સ્વયં મૂર્તિ સાક્ષાત૪/૪

૭૬૮ પદ ૪/૪

પુરુષોત્તમ પોતે પ્રગટ્યા, સ્વયં મૂર્તિ સાક્ષાત,

સોળે કળા સંપૂરણ, કહ્યામાં નાવે વાત. પુરુષોત્તમ ૧

મારી પે'લીવે'લી આવીને, મત પંથ માથે મેખ,

મેલાવ્યાં માન મહંતનાં, અસદ ભેખ ગુરુ ટેક.પુરુષોત્તમ ૨

ધર્મ એકાંતીક થાપીયો, ધરા ઉપર ધર્મલાલ,

ઉખેડ્યાં મૂળ અધર્મના, કામને કીધો બેહાલ. પુરુષોત્તમ ૩

કામ ક્રોધ લોભ મોહ માન, વાંકા મેવાસી અસૂર,

જીતી બ્રહ્મા ભવ ઈંદ્રને, માનમાં ફરે મગરૂર. પુરુષોત્તમ ૪

એવા અસૂર આજ મારીયા, શું જાણે મતિમંદ,

પ્રબળ પ્રતાપ દેખાડિયો, સ્વામી સહજાનંદ. પુરુષોત્તમ ૫

અનંત જીવને ઓધારિયા, શરણે આવ્યા જોડી હાથ,

મહા સુખ દીધાં નિજ જનને, પ્રેમાનંદને નાથ. પુરુષોત્તમ ૬

મૂળ પદ

ધર્મકુંવરઘનશ્યામજી, અક્ષરપતિ અવિનાશ,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)
અજાણ રાગ
શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૧
Studio
Audio
2
1