એના પ્રગટ ચરિત્ર ગુણ ગાઉરે, એના નામને હું વારણે જાઉં રે.૪/૪

પદ ૭૭૨ મું. ૪/૪
એના પ્રગટ ચરિત્ર ગુણ ગાઉરે, એના નામને હું વારણે જાઉં રે. 
એનું નામ સહજાનંદ સ્વામીરે, મારા પ્રાણ આધાર અંતરજામીરે. 
થયા ભક્તિધર્મના બાળરે, નિજ જનની કરવા પ્રતિપાલરે. 
કરે અનંત લીલા કલ્યાણકારીરે, ગાયે શેષ શ્રુતિ અજ ત્રિપુરારીરે.
એના ચરિત્ર જોઇને અધહારીરે, પામ્યા અસંખ્ય મુક્તિ નરનારીરે
ગયા કાળને માથે પગ મેલીરે, પોતા અક્ષરધામની ડેલીરે. 
હરિ પ્રગટ્યા ધરી એવી ટેકરે, મારી કર્મની રેખ પર મેખરે. 
ઝાઝું શું કહી વર્ણવું વિશેકરે, પ્રેમાનંદના સ્વામી એવા એકરે. 

મૂળ પદ

ૐ નમો પરિબ્રહ્મરાય રે, કરી વિનય ને લાગું પાય રે

મળતા રાગ

ઢાળ : સંત બોલે તે ભેળો હું બોલું રે

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી