મંદિર મુરારી , પધારો મારે મંદિર મુરારી.૧/૪

પદ ૭૭૩ મું.- રાગ ગરબી ૧/૪

મંદિર મુરારી , પધારો મારે મંદિર મુરારી. પધા. ટેક

નટવરનાગર સુખના સાગર, કેશવ કંસારી. પધા. ૧

પૂરણબ્રહ્મ પ્રગટ પુરુષોત્તમ, ગોવિંદ ગિરિધારી. પધા. ૨

મદન મનોહર મૂર્તિ તમારી, લાગે અતિ પ્યારી. પધા. ૩

નેણા ભરીને નિરખું નટવર, જાઉં મુખપર વારી. પધા. ૪

મંદિરમાં પધરાવું પ્રીતે, આરતિ ઉતારી. પધા. ૫

પ્રેમાનંદના નાથજી તમપર, તન મન બલહારી. પધા. ૬

મૂળ પદ

મંદિર મુરારી , પધારો મારે મંદિર મુરારી.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


બાંસુરી બજાઇ કાના
Studio
Audio
3
0