આવી અધરમને તે ઉથાપીયો, થાપ્યો ધર્મ ધરાપર શુદ્ધ;૨/૪

 પદ ૭૭૮ મું.૨/૪.

આવી અધરમને તે ઉથાપીયો, થાપ્યો ધર્મ ધરાપર શુદ્ધ;
ધર્મસુત શ્રી હરિ;
માયિક મતને તે પાછા પાડીયા, અતિ નિગમ થકી વિરુદ્ધ*.              ધર્મ. ૧
બાંધી પાજ પરમ મોટી મોક્ષની, ઉતારવા પતિત ભવ પાર. ધર્મ.
વર્તમાન અગ્યાર પ્રગટ કર્યા, મોક્ષ રૂપ સકલ શ્રુતિસાર.                 ધર્મ. ૨
રૂડી રીત સનાતન મોક્ષની, કરી પ્રગટ પરિબ્રહ્મ રાય; ધર્મ.
વર્ણ ચાર ને આશ્રમ ચારને, દેવા દિવ્ય ગતિ હીત લાય.                 ધર્મ. ૩
મોટો પ્રબળ પ્રતાપ દેખાડિયો, કલિમાંહ્યે ધર્મસુત ધીર. ધર્મ.
નરનારીના ઉરથી ઉખાડિયાં, કામ ક્રોધ આદિક મહાવીર.                ધર્મ. ૪
આપી અષ્ટાંગજોગ શ્રમ વિના, નિજ મૂર્તિને પરતાપ. ધર્મ.
દેખાડતા દિવ્ય નિજ ધામને, બાળી ત્રણ્ય પ્રકારનાં પાપ.                 ધર્મ. ૫
કીધો પુષ્ટ ધર્મ ભક્તિ પંથને, કાપી કાલી કૃત્ય અતિ અંધકાર.ધર્મ.
એવા સામૃથ શ્રીહરિકૃષ્ણજી, પ્રેમાનંદ જાયે બલિહાર.                      ધર્મ. ૬
· “અવિરુદ્ધ “ એવો પાઠ પણ છે.
 

 

મૂળ પદ

શ્રીપુરુષોત્તમજી પધારિયા પોતે અક્ષરપતિ અવિનાશ;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી