રે સ્વામિનારાયણ સાંભરે, ગાતાં તે સાતે વારરે; ૧/૧

પદ ૭૮૨ મું. – રાગ ગરબી

અથ સાત વાર લિખ્યતે.૧/૧

રે સ્વામિનારાયણ સાંભરે, ગાતાં તે સાતે વારરે;

રે વાણી તે રસ ભરી આપજો, ધર્મતણા કુમારરે. સ્વામિ. ૧

રે આદિત્ય સહજાનંદ ઉદીયા, કરવા પતિત ભવ પારરે. સ્વામિ. ૨

રે સોમ સરખા શીતળ સદા, ક્રુરતા ન મળે લગારરે. સ્વામિ. ૩

રે મંગળકારી મૂર્તિ, ધર્મકુંવર કીરતારરે. સ્વામિ. ૪

રે બુધ પુજે જેની પાદુકા, હરખ ભર્યા વારવારરે. સ્વામિ. ૫

રે ગુરુ સુર મુનિ ભુપના, સહજાનંદજી સરદારરે. સ્વામિ. ૬

રે શુક્ર સરખા સ્વભાવના, રિપુ સદા સુખ સાર રે. સ્વામિ. ૭

રે શનિ સરખા નરનારનો, કીધો તે આજ ઓધારરે. સ્વામિ. ૮

રે આ પદ ગાયે ને શીખે સાંભળે, વાધે પ્રભુ પદ પ્યારરે. સ્વામિ. ૯

રે સ્વામિનારાયણ નામ પર, પ્રેમાનંદ જાય બલિહારરે. સ્વામિ. ૧૦

મૂળ પદ

રે સ્વામિનારાયણ સાંભરે, ગાતાં તે સાતે વારરે;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

અજાણ સ્વરકાર
અજાણ
Studio
Audio
2
2