જય જય મહારાજ રાજ, ધર્મકુંવર ગુન જાહાંજ; ૧/૧

પદ ૭૯૨ મું.- રાગ છંદ ચર્ચરી.૧/૧
 
જય જય મહારાજ રાજ, ધર્મકુંવર ગુન જાહાંજ;
સુંદર તનુ સંત કાજ, ધારે ધારે.
મહિમા તમ અતિ અપાર, રટત શેશ મુખ હજાર;
નેતિ નિગમ બાર બાર, કહત રહત હારી;
બરનત કવિ મુનિ અનંત, લહત ન બ્રહ્માદિ અંત;
નારદ સનકાદી સંત, જાત પ્રાણ વારી.
ઉજ્જવલ પાવન પ્રતાપ, ત્રિભુવન રહ્યો અમીત વ્યાપ;
જપત જાપ ત્રિવિધ તાપ, ટારે ટારે.   જય જય. ૧
જાકે એક રોમ કુપ, બ્રહ્મ શિવ સહિત ભૂપ;
ઇંડ કોટી અતિ અનૂપ ઉડત હે અપારા;
ઐસો અક્ષર પ્રતાપ, અણું અણું પ્રતિ રહ્યો સુવ્યાપ;
જાકું શ્રુતિ કહે અમાપ, સબહિનસોં ન્યારા;
કોટી ઇન્દુ સમ પ્રકાશ, માયા તમ કરત નાશ;
રહત તામે કરી નિવાસ , પ્યારે પ્યારે.   જય જય . ૨
અક્ષર સમ સરસ સાર, અનંત શક્તિ ધરનહાર;
પ્રગટે ભુવ વૃષકુમાર, અવની ભાર હરહી;
ધરી હરિ શુભ સંત વેષ, જીતે શત્રુ અશેષ;
બાંધી ધર્મ સેતુ બેષ, જન અનેક તરહી;
કરત ચરિત્ર અતિ પુનિત, સુનત બિમલ હોત ચીત;
કામાદિક રિપુહીં જીત, મારે મારે.  જય જય. ૩
કલીમલ મત કરન ચૂર, ઉદયો અતિ અમલ સુર;
દિતિસુતકુલધ્વાંત ક્રુર , પ્યારો સ્વામી;
વિવિધી ભાંતિ મત સમૂહ સંજુત કલિ કામકૂહ;
નાસે જહું અર્ક રૂહ, નાસ્તિકાદી વામી;
એસે શ્રીધર્મકુંવર, અધરમકુલ કીનજું હર;
વહનહાર ધર્મ ધુંહર, ભારે ભારે.  જય જય. ૪
ઇશનકે ઇશ શ્યામ, પાવન પ્રભુ પુરનકામ;
વસી ગોલોક ધામ, ધર્મકે દુલરે;
કીનો કલિ ભુવ પ્રવેશ, દિતિસુત કીન સંત ભેશ;
કરીકે કષ્ટ ઉપદેશ , જીવનકું બહુત ડારે;
જાની કરુના નિકેત, આયે નિજ જન સમેત;
અગનીત નરનારી પ્રેત, તારે તારે.  જય જય. ૫
મેટન ભવબંધન ફંદ, નિજ જન આનંદ કંદ;
સહજાનંદ વંદ ચંદ, સંતન સુખદાની;
કેવલ કરુનાનિધાન, નિજ જન મન કંજ ભાન;
દમન કામ ક્રોધ માન, મંગલ મૃદુ બાંની;
સુનતે ઘનશ્યામ નામ , થરર થરર કંપત કામ;
નામ ઉપર વારી પ્રાન, ડારે ડારે.  જય જય . ૬
ધર્મકુંવર રવિ ઉદારું, અવિચલ સુખ દાતા;
કાલ વ્યાલ અતિ કરાલ, ગ્રસીત તરુંન વ્રુદ્ધ બાલ;
નારી નર અતિ બેહાલ, શરણાગત ત્રાતા;
સેવત પદ પદ્મ પ્રીત, પામર હોવત પુનિત;
નીત નીત ચીત પ્રેમ ક્રીત, ન્યારે ન્યારે.  જય જય ૭
વરણી વેષ ધર્મલાલ, અંગ અંગ છબી રસાલ;
ભુજ વિશાલ ગતિ મરાલ, ચટક ચાલ સોહે;
શ્વેત બસન સજ સુધાર, ભુખન તન સુમન સાર;
બન ઠન માનું રસ સીંગાર, બિહરત મન મોહે;
નખશીખ છબી ધામ શ્યામ, નિજજન મનકે વિશ્રામ;
પ્રેમાનંદ કોટી કામ, વારે વારે.  જય જય. ૮

મૂળ પદ

જય જય મહારાજ રાજ, ધર્મકુંવર ગુન જાહાંજ;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી