આજ ગોકુલમેં નંદરાય ઘેર,વાજે આનંદ વધાઇ રે ૩/૪

 આજ ગોકુલમેં નંદરાય ઘેર, વાજે આનંદ વધાઇ રે;

ઉતરે આજ હિંડોળેથી હરિ, સુંદરવર સુરરાઇ રે...                 આ૦ ૧
સખાસહિત જમ્યા હરિ હલધર, બિરંજ સરસ મીઠાઇ રે;
જસોમતીએ જમાડ્યા સૌને, ગોપી ગોપ બોલાઇ રે...             આ૦ ૨
પહેરાવ્યાં પટભૂષણ હરિને, હીર જરીનાં હરખાઇ રે;
ચંદન પુષ્પ કંકુ અક્ષત લઇ, પૂજયા જસોમતી માઇ રે...      આ૦ ૩
થાળ ભરી ગજમોતીયે વધાવ્યા, હરિ હલધર બેઉ ભાઇ રે;
આરતી ઉતારી મુખ નીરખે જસોદા, પ્રેમાનંદ બલજાઇ રે... આ૦ ૪
 

મૂળ પદ

શ્રાવણ વદી ત્રીજ દિન સારો

મળતા રાગ

ધનાશ્રી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી