પદ ૮૪૩ મું.- દોહા૨/૨
જય જય મંગલ કરન પ્રભુ, મંગલમય તવ નામ;હરત અમંગલ ભક્તકે, શ્વેતભુવનપતિ શ્યમ. ૧
જટા છત્ર મૃગ ચમર ધર, ઉર્ધ્વ બાહું મૃદુ હાસ;નિજ જનહીત નીત કરત તપ, જય જય મૂર્તિ પ્રકાશ. ૨
શ્વેતાભિધ નિજ દ્વીપપર મુનિ વૃંદ લીયે સાથ;ઉર્ધ્વ બાહું રત ઉગ્ર તપ, કરત નિરંતર નાથ. ૩
એકાંત ધર્મ આશ્રિત સદા શ્વેત પુરુષ નિજ દાસ;તીનકી તુમ પ્રભુ કરત સદા ઇતર વાસના નાશ. ૪
શ્વેતાંબર સુસ્મિત વદન, શ્વેત સુલેપન અંગ;શ્વેત ભુવન રાજત સદા, શ્વેત પુરુષકે સંગ. ૫
સદાનંદ અરવિંદ પદ, પ્રફુલ્લિત વદન સરોજ ;દયા સુધા પૂરીત નયન, મોહીત કોટી મનોજ. ૬
શ્વેત નામ તવ શ્વેત વપુ, શ્વેત પુષ્પ ઉર હાર;શ્વેત પુરુષ વલ્લભ સદા, શ્વેત બંધુ કરતાર. ૭
શાંત સદા તેજોમય, મુક્ત નિરન્ન અપાર;પૂજત ચરન સરોજ તવ, લીયે વિવિધ ઉપચાર. ૮
કોટીક ઇંદુ કાંતિ સમ શોભીત સદા સુરેશ;કલાનિધિ નૈષ્ટિક પ્રભુ, જય જય વર્ણિ વેષ. ૯
શાંતી દાંતી જપ તપ કરી, હોત હો પ્રગટ અનૂપ;ચતુ સનાનંદન * સુખદ, જય જય શાંત સ્વરૂપ. ૧૦
જુગ જુગ પ્રતિ પ્રભુ ધરતતુમ, લીલા રૂપ અપાર;ભક્તિ સહિત સદા ધર્મકો, પાલત વારમવાર. ૧૧
નિજ આશ્રીતકું બ્રહ્મ ગતિ, દેત હો શ્યામ સુજાન;પ્રગટત પ્રતિ યુગ નાથ તુમ, નિજ જ્ઞાન કમલકે ભાન. ૧૨
કર્મપાસ નાનાવિધિ , બાંધે જીવ અનંત;મુક્તિ કારન તુમહિ હો, સહજાનંદ ભગવંત. ૧૩
સુપર્ણ ** તુમ યોગેશ્વર ધર્મવંશ પ્રતિપાલ;હંસ વિષ્નુ મહાપુરુષ તુમ, પુરન પરમ દયાલ. ૧૪
વૈકુંઠ સત્ય અક્ષર તુમ પુરુષોત્તમ પદ શ્યામ;બ્રહ્મલોકપતિ નાથ તુમ, નીલકંઠ સુખધામ. ૧૫
આ લીટી અર્થ વગરની લાગે છે. પણ “ચતુરાનંદપ્રદ સુખદ” એવો પાઠ હોય તો અર્થ સંભવે છે. ચારે પ્રકારના આનંદને આપવાવાળા, સુખને દેવાવાળા. ** સુવર્ણ પાઠાન્તર છે