સ્વામિનારાયણ આજ પ્રગટ મહા મંત્ર છે, ૪/૪

પદ ૮૪૭ મું ૪/૪

સ્વામિનારાયણ આજ પ્રગટ મહા મંત્ર છે,

શ્રવણે સાંભળતા કંપે દિનકર દૂત જો ;

ભવના બંધન સદ્ય કાપી સુખિયા કરે ,

શું કહી દાખું મહિમા અતિ અદભુત જો . સ્વામી ૧

અનેક પતિત ઓધાર્યા પુરવે આ મંત્ર થકી,

અજામેલ ગનીકા આદિક અપારજો ;

તે મંત્ર આજ મહારાજે પ્રગટ કર્યો ,

કલિમાં કરવા અનેક પતિત ભવ પારજો. સ્વામી ૨

સકામી જન સુમરી પામે ત્રીવર્ગને ,

નિષ્કામી જન પામે પદ નિર્વાણજો ;

નામતણા નામી સ્વામી પ્રગટ મળ્યા ,

તે જનનાં શું કરું મુખે વખાણજો. સ્વામી ૩

ભવ બ્રહ્મા મુનિ મુક્ત જપે આ મંત્રને,

તે સહુ પામ્યા મનવાંછિત સુખ સાજ જો ;

પ્રેમાનંદ કહે કર જોડી સહુ જનને,

ભુલશોમાં અવસર આવ્યો છે આજ જો . સ્વામી ૪

મૂળ પદ

ધર્મકુંવર હરિકૃષ્ણ ચરન નખચંદ્રને

મળતા રાગ

ઢાળ : મોહનને ગમવાને ઇચ્છો

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

કીર્તનનો અર્થ

ભાવાર્થઃ- પ્રેમાનંદસ્વામી શ્રીહરિ જન્મોત્સવ પ્રસંગે પ્રસ્તુત પદમાં ભગવાન શ્રીહરિના પ્રાગટ્યનો અને ભગવાન સ્વામિનરાયણના નામનો મહિમા ગાય છે. આજે મહામંત્ર જો કોઈ હોય તો તે છે ‘સ્વામિનારાયણ’ એ નામને સાંભળતા જ યમદૂતો ભાગી જાય છે એને ભવના બંધનો છૂટી જાય છે. એવો અદ્ભુત મહિમા આ નામનો છે. ગજ, ગણિકા અને અજામેલ આદિ અનેક પતિતોનો ઉદ્ધાર પૂર્વે આ મંત્રોથી જ થયો છે. વર્તમાનકાળે પણ જેનો ઉદ્ધાર થાય છે તે પણ આ નામથી જ અને ભવિષ્ય કાળમાં જે કોઈ ઊર્ધ્વગતિને પામશે તે પણ આ નામથી જ પામશે. સકામીજનો એટલે કે સકામ ભાવથી ભજનારા ભક્તો ત્રિવર્ગ સુખને પામશે કે’તા ધર્મ, અર્થ અને કામને પામશે. આ જ નામને ભજી નિષ્કામીજનો નિર્વાણપદને પામશે. અર્થાત્ પ્રભુચરણની સેવાને પામશે. સહજમાં મુક્તિ આપે તેવા નામ તણા નામી શ્રીહરિ આજ પ્રગટ પ્રભુ જે જનોને મળ્યા છે તે જનોનો મહિમા હું મારા મુખે કરી કેમ ગાઈ શકુ? પ્રગટ પ્રભુના સંબંધવાળાનો મહિમા તો અપરંપાર છે. વેદો પણ જેનો પાર પામી શક્યા નથી એવા ઉપનિષદોનો સારભૂત રહસ્યરૂપ જે છે અને જેને કાળ-માયા વગેરે વશ વર્તે છે. બ્રહ્મતત્વનું જેઓ અધિષ્ઠાન છે. એવા આ પરબ્રહ્મતત્વના નામને ભવ, બ્રહ્મા, મુનિ, મુક્ત આદિક સૌ કોઈ જપે છે. અને આ નામને જપીને જ સૌ કોઈ મનવાંછિત સુખને પામ્યા છે. એટલે જ પ્રેમાનંદસ્વામી મુમુક્ષુ જીવાત્માઓને હાથ જોડીને કહે છે. હે સકામી-નિષ્કામી જીવાત્માઓ! છપૈયાપુરમાં પ્રગટેલા આ સહજાનંદને ભજવાનો આજ અમૂલખ અવસર આવ્યો છે. તો આ અવસરને ભૂલશો નહીં, છોડશો નહીં એને ચૂકશો નહીં. II૧ થી ૪II

વિવેચન

રહસ્યઃ- પ્રસ્તુત પદમાં કવિએ મંત્રશક્તિને પ્રાધાન્ય અધિકાધિક આપ્યું છે. નામીએ સહિત નામોચ્ચાર જ પાવન કરવાનું છે. પદ સુગેય છે. પદ ઢાળ ‘મોહનને ગમવાને ઈચ્છો માનની’ એ ઢાળ છે. તાલ કહરવા છે. લય મધ્યલય છે. પદ સુગેય છે. શબ્દરચના અદ્ભુત છે. આ પદ નિત્ય ગાવાલાયક છે.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પ્રફુલ દવે
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
2
3
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી


Studio
Audio
0
0