વંદું ધર્મકુંવર હરિકૃષ્ણને રે, લાગું પ્રગટ પ્રભુજીને પાય રે ૧/૫

વંદું ધર્મકુંવર હરિકૃષ્ણને રે, લાગું પ્રગટ પ્રભુજીને પાય રે;
				બિરાજે બ્રહ્મમહોલમાં રે	...ટેક.
સદા દ્વિભુજ સાકાર શ્રીનાથજી રે, જેને નિગમ નેતિ કહી ગાય રે	-બિ૦ ૧
કોટિ રવિ ચંદ્ર અનલ સરીખડું રે, દિવ્ય અક્ષરબ્રહ્મ છે જેનું ધામ રે	-બિ૦ ૨
જેને પરમપદ ને બ્રહ્મપુર કહે રે, જેનાં સત્ ચિત્ આનંદ નામ રે		-બિ૦ ૩
એવા અમૃતધામમાં સદા રાજતા રે, નારાયણ હરિકૃષ્ણ સુખધામ રે	-બિ૦ ૪
પુરુષોત્તમ વિષ્ણુ પરમાત્મા રે, એવા અનંત નામના નામી શ્યામ રે	-બિ૦ ૫
સર્વકર્તા નિયંતા સર્વકારણ રે, અંતરજામી નિર્ગુણ સદા સ્વપ્રકાશ રે	-બિ૦ ૬
બ્રહ્મરૂપ કોટિ મુક્ત સેવે પાદુકા રે, એવા સ્વામીનો પ્રેમાનંદ દાસ રે	-બિ૦ ૭
 

મૂળ પદ

વંદું ધર્મકુંવર હરિકૃષ્ણને રે, લાગું પ્રગટ પ્રભુજીને પાય રે

મળતા રાગ

ધોળ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
મહિમા
Studio
Audio & Video
0
0