એવા અક્ષરધામના પતિ શ્રી હરિ રે, સદા સુખનિધિ૩/૫

પદ ૮૫૦ મું.૩/૫
 
એવા અક્ષરધામના પતિ શ્રીહરિ રે, સદા સુખનિધિ
શોભાના ભંડારરે; પ્રગટ થયા આ સમેરે;
કોટી કલ્યાણકારી ગુણે જુગ્ત છેરે, જેને ગાયે મૂર્તિમાન વેદ ચારરે.   પ્રગ. ૧
વાસુદેવાદિક વ્યુહના કારણરે, કેશવાદિક રૂપ ચોવીશરે;                      પ્રગ.
મચ્છ કચ્છાદિક દશ અવતારનારે, ધરનારા પોતે પ્રભુ જગદીશરે.   પ્રગ. ૨
એવા શ્રીપુરુષોત્તમ પધારીયારે, નિજ ઐશ્વર્ય સર્વે લેઇ સાથરે.           પ્રગ.
આવ્યા એકાંતિક ધર્મ પ્રવર્તાવવારે, કરવા અનંત જીવુંને સનાથરે.    પ્રગ. ૩
ભક્તધર્મને મરીચ્યાદિક દ્વિજતણીરે રક્ષા કરવાને અધમઓધારરે.  પ્રગ.
એવા પ્રગટ પુરુષોત્તમ ઉપરેરે, પ્રેમાનંદ બલિહારી વારંવારરે.         પ્રગ. ૪

 

 

મૂળ પદ

વંદું ધર્મકુંવર હરિકૃષ્ણને રે, લાગું પ્રગટ પ્રભુજીને પાય રે

મળતા રાગ

ધોળ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી