આજ અભિનવો આનંદ હૈડે હરખ ન માયરે;૨/૪

આજ અભિનવો આનંદ હૈડે હરખ ન માયરે;
મોટા મુનિવર સાથે આવે છે જાદવરાયરે.                             ૧
વહાલાની આવી વધામણી આનંદ વાધ્યો છે અપારરે;
પૂરો સોહાગણ સાથીયા પે'રો સોળે તે શણગાર રે.                 ૨
કુમકુમ કેસર છાંટીયે છાંટણાં આંગણિયે અનૂપરે;
મંગલ કુંભ ભરી ધરો કરો દીપક ધૂપરે.                                ૩
ઢોલ નગારા વગડાવો કરાવો ઉત્સવ સારરે;
થાલ ભરો ગજ મોતીયે ચંદન પુષ્પના હારરે.                       ૪
સામૈયુ લઇ ચાલો સાહેલી વધાવાને મહારાજરે;
નેણા સુફલ કરો નિરખીને અવસર આવ્યો છે આજરે.            ૫
ઘોડલાની ઘુમરે આવે વિંટાણા અબળાનો આધારેરે;
પ્રેમાનંદ છબી નિરખીને હરખે છે વારમવારરે.                      ૬ 
 

મૂળ પદ

પ્રથમ નમું પરબ્રહ્મને લાગું સંત જનને પાયેરે ;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી