નવલ સનેહી નાથજી જીરે, પ્રેમીજનના છો પ્રાણ ૧/૪

નવલ સનેહી નાથજી જીરે, પ્રેમીજનના છો પ્રાણ;
	વ્હાલા સાંભળજો વિનતિ(૨) જીરે છોજી જાણ સુજાણ-નવલ૦ ૧
મેલી વનમાં એકલી જીરે, ગયા ધરમકુમાર;
	ન ઘટે તમને નાથજી(૨) જીરે અમે અબળા અવતાર-નવલ૦ ૨
આવ્યા તમારે આશરે જીરે, મેલી કુટુંબ પરિવાર;
	જાણું અમને પાળશો(૨) જીરે હરિવર હૈડાના હાર-નવલ૦ ૩
તમે કરી જે આ સમે જીરે, એવી ન કરે કોઈ નાથ;
	પડતાં મેલ્યાં આભથી(૨) જીરે બળવંત ઝાલીને હાથ-નવલ૦ ૪
બહુ દયાળુ જાણતાં જીરે, કઠણ થયા કેમ આજ;
	પ્રેમાનંદના નાથજી (૨) જીરે દયા આણો મહારાજ-નવલ૦ ૫
 

મૂળ પદ

નવલ સનેહી નાથજી જીરે, પ્રેમીજનના છો પ્રાણ

મળતા રાગ

ગરબી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય
પરંપરાગત
શ્રીજી દયા કરો
Studio
Audio
0
0