આજ અવધપુર આનંદ મંગળ, છાય રહ્યો અતિ ભારી હો;૧/૪

 ઉત્સવ પદ સંગ્રહ

પદ ૬૩૪ મું. –રાગ આશાવરી પદ-૧/૪
આજ અવધપુર આનંદ મંગળ, છાય રહ્યો અતિ ભારી હો;
જાયો સુત સુંદર કૌશલ્યા, સુર નર મુનિ સુખકારી હો.        આજ. ૧
ઉજ્જવલ પક્ષ માસ ચૈત્ર શુભ, તિથિ નવમી શશિ વારી હો;
પ્રગટ ભયે મધ્યાહ્ન સમે પ્રભુ, કમળાકાંત મુરારી હો.           આજ. ૨
દાનવ કુળ દાવાનળ પ્રગટે, ભાનુકુળ ભયહારી હો;
ગાવત સુત માગધ બંદિજન, કુળકી કીરતિ વિસ્તારી હો.   આજ. ૩
પ્રફુલ્લિત અમર સુમન ઝરી વરસત, નાચત નભ સુરનારી હો;
પ્રેમાનંદ કહે ત્રિભુવનવાસી, ફુલે પ્રેમ ખુંમારી હો.              આજ. ૪
 

મૂળ પદ

આજ અવધપુર આનંદ મંગળ, છાય રહ્યો અતિ ભારી હો;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી