જયદેવ જયદેવ જયમંગળકારી ૧/૧

આરતિ-
 
જયદેવ જયદેવ જયમંગળકારી (૨) આરતી ઉતારું ચરણે ચિત્તધારી.  જય.
નારાયણ મત્સ્યાકૃતિ નિજજન સુખદાતા (૨) પ્રલય પ્રયોધિ સમયે(૨) ૠષિ સંકટ ત્રાતા.  જય. ૧
જુગજુગપ્રતિ જગદીશ્વર , ધરતાકૃતિ ન્યારી ( ૨) કરત ચરિત જગપાવન(૨) ભક્ત ભયહારી .  જય. ૨
પ્રૌઢ પ્રતાપ પ્રગટ કરી, ક્ષિતિજશ વિસ્તારી (૨) તિરોધાન કરી વિગ્રહ(૨) રાજત અવિકારી .  જય. ૩
સોઇ પ્રગટ ભયે ધર્માત્મજ, હરિ અંતરજામી (૨) પ્રેમાનંદ કે ઉરમેં(૨) અખંડ રહો સ્વામી .  જય. ૪ 

મૂળ પદ

જયદેવ જયદેવ જયમંગળકારી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી