જય દેવ જય દેવ જય કરુનાસિંધો, જય કરુનાસિંધો; ૧/૧

પદ ૬૮૯ મું આરતિ –પદ ૧/૧
 
જય દેવ જય દેવ જય કરુનાસિંધો, જય કરુનાસિંધો;કચ્છપવપુ મુરારી (૨) જય જય દીનબંધો જય.
લીનો રૂપ વિપુલ અતિ, સુરમુનિ સુખદાઇ (૨) ધાર્યો પૃષ્ઠમંદરગિરિ (૨)કરુના ઉર લાઇ . જય. ૧
મંદર ભ્રમત ગિરિ પૃષ્ઠે, તેહિ અવસર સ્વામી (૨) નિદ્રાવશ હોઇ સુવત (૨)હરિ અંતરજામી . જય. ૨
મંથી સિંધુ સુરાસુર અમૃત નિકાર્યો (૨) મોહનીરૂપ ધરી હરિ (૨)સુર કારજ સાર્યો. જય. ૩
ધારત રૂપ વિધવિધ નિજજન સુખકારી (૨) પ્રેમાનંદકે સ્વામી (૨)શ્રીહરિ અવતારી. જય. ૪  

મૂળ પદ

જય દેવ જય દેવ જય કરુનાસિંધો, જય કરુનાસિંધો;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી