કરી મજ્જન જળ બાહર નિક્સે , પહિરે પટ ભૂષન સુરાઇ;૪/૪

 પદ ૭૦૩ મું. –રાગ બિરાવલ – પદ ૪/૪

કરી મજ્જન જળ બાહર નિક્સે , પહિરે પટ ભૂષન સુરાઇ; કરી.

ભયે અસવારે સુભગ વડવા પર, ચલે નિજમંદિર જન સુખદાઇ. કરી. ૧

ગાવત અતિ વિશદ કીર્તિ જશ, સંત હરિજન અતિ હરખાઇ;

કરત સુફળ નેના પુરવાસી, નિરખી ધર્મસુત હરખ ન માઇ. કરી. ૨

આયે બિરાજે ઉત્તમ અજીરમહિ, કનક પલંગ પર પ્રભુ પુલકાઇ;

 

નિરખી અમર સુમન ઝરી વરષત, પ્રેમાનંદ પ્રભુપર બલજાઇ. કરી. ૩

મૂળ પદ

જયેષ્ઠ સુદી પુનો પરિપૂરન, જયેષ્ઠા નક્ષત્ર હે મંગળકારી.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી