અનિહાંહાંરે ઝૂલો રસિયાજી રતન હિંડોરે૨/૪

 દોહા
શી કહું શોભા આજની, શોભે શ્રીઘનશ્યામ;
	અંગો અંગ નીરખતાં, લાજે કોટીક કામ...૧
હિંડોળો સુંદર અતિ, શોભા કહી નવ જાય;
	નીરખી સહુ નરનારીનાં, ચિત્તડાં રહ્યાં લોભાય...૨
અનિહાંહાં રે ઝૂલો રસિયાજી રતન હિંડોરે,
	અનિહાંહાં રે મન મોહ્યું છેલા તારે તોરે...ટેક.
શ્યામળિયા શોભા બહુ સરસ ભરિયા,
	અનિહાંહાં રે તારાં નેણાં તે ચિત્ત મારું ચોરે...૧
તારી આંખડલીની રેખા રાતી,
	અનિહાંહાં રે આવી વાગી કાળજડાની કોરે...૨
તારી પાઘડલી આંટાદાર બણી,
	અનિહાંહાં રે આવી અટકી રહી દિલ મોરે...૩
પ્રેમાનંદના પ્યારા ઘનશ્યામ પિયા,
	અનિહાંહાં રે રાખું જીવલડા મહીં જોરે...૪ 
 

મૂળ પદ

અનિહાંહાંરે ઝૂલો સુંદરશ્યામ વિહારી,

મળતા રાગ

સામેરી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

ઋષિકુમાર શાસ્ત્રી (સ્વરકાર)
સાંવરિયા
Studio
Audio
1
1