અનિહાંહાંરે ઝૂલો હિંડોળે છેલ ગુમાની, ૪/૪

 પદ ૭૧૧ મું. રાગ સામેરી- પદ ૪/૪

અનિહાંહાંરે ઝૂલો હિંડોળે છેલ ગુમાની, અનિહાંહાંરે તારી મૂરતિ મારે મનમાની;          
તન તરૂણ સુંદર છબી છાય રહી, અનિહાંહાંરે મુખ રેખા ઉઠે નાની નાની.                   
છબી શ્યામ સુંદર ઘનશ્યામ પિયા , અનિહાંહાંરે વ્રજનારી દેખીને દીવાની.                
ચિત્ત ચોરે મધુર મુખહાસ કરી. અનિહાંહાંરે સુખસાગર રૂપનિધાની .                          
ઘનશ્યામ સહજાનંદ નામ ઉપર, અનિહાંહાંરે જાય પ્રેમાનંદ કુરબાની.                      

મૂળ પદ

અનિહાંહાંરે ઝૂલો સુંદરશ્યામ વિહારી,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી