ઝૂલો રસિયાવર રંગછેલા, ઝૂલાવું પ્રીતે અલબેલા;૪/૪

પદ ૭૨૩ મું. - ૪/૪

ઝૂલો રસિયાવર રંગછેલા, ઝૂલાવું પ્રીતે અલબેલા; ઝૂલો.

મધુર સ્વર ગગન તે ઘનઘોરે, વિજળીઓ ચમકે ચ્યારે કોરે;

મચાયો શોર દાદુર મોરે. ઝૂલો. ૧

મનોહર તાલ મૃદંગ ગાજે, ગાયે ગોપી સુંદર સમાજે;

છબી જોઇ કોટિ કંદર્પ લાજે. ઝૂલો. ૨

સુણોં હરિ અબળાની અરજી, આવો ઓરા ભેટીયે ભૂધરજી;

પછી જેવી રાજ તણી મરજી . ઝૂલો. ૩

સુંદર શોભા કહી તે નવ જાયે, નિરખી નેણાં શીતળ થાયે;

પ્રેમાનંદ આગે ઉભો ગાયે. ઝૂલો. ૪

મૂળ પદ

ઝૂલો હરિ હિંડોળે વ્હાલા, નટવર નંદતણા લાલા;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી