ઝૂલાવું થાને ધીરે ધીરે છેલ, ૨/૨

પદ ૭૨૫ મું. – રાગ બિહાગ – પદ ૨/૨

ઝૂલાવું થાને ધીરે ધીરે છેલ, ઝૂલાવું.

કેશવ કમલનેન માધો થાને, ઘણી ખમા અલબેલ. ઝૂલાવું. ૧

મરકત મનીકે સ્થંભ મનોહર, ડાંડી રત્ન રચેલ;

મરૂવા મયાલ રચીત મની વિદ્રુમ, ચોકી હેમજડેલ. ઝૂલાવું. ૨

ફૂલી કુંજ કુંજ દ્રુમ વેલી, ચંપા જાઇ ચમેલ;

બાજત તાલ મૃદંગ બાંસુરી, ગાવતી સુભગ સહેલ. ઝૂલાવું. ૩

ચરચું કેસર ચંદન કંકુમ, અત્તર સરસ ફુલેલ;

પ્રેમાનંદ કહે નાથ નિરખી થાને, બઢનો નેહ રંગરેલ. ઝૂલાવું. ૪

મૂળ પદ

હિંડોરનામેં હોરે હોરે ઝૂલો રાજ;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)
ભીમપલાસી
શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૩
Studio
Audio
0
0