ઝૂલે હરિ સંગ રાધિકા પ્યારી રે, જોડ બની સારી૨/૪

પદ ૭૩૯ મું.- રાગ મલાર- પદ ૨/૪

ઝુલે હરિ સંગ રાધિકા પ્યારી રે, જોડ બની સારી. જોડ.

જાયે રતિપતિ કોટિક વારી રે, છબીપર બલિહારી. જોડ. ૧

નીલજલદ તન શ્યામ મનોહર, રાધા તે ચંપક રંગે રે;

ચમકે જાણીયે ગગનમંડળમાં ચપલા જલધર સંગે રે. જોડ. ૨

પ્યારી ચરચે કેસર ચંદન, હરિને શ્યામ શરીરે રે;

મૃગમદ ખોર કરી પ્યારીને, મનમોહન બલવીરે રે. જોડ. ૩

હરિવરને ઉર હાર ગુંથીને, પહેરાવે મૃગનયની રે;

પ્રેમાનંદનો નાથ પ્યારીને , ગુંથે ફૂલની વેણી રે. જોડ. ૪

મૂળ પદ

પ્યારી રાધિકા પ્રેમે ઝૂલાવે રે, ઝુલે હરિ હિંડોળે;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી