ઝૂલોને વ્હાલા હિંડોળે, ઝૂલોને વ્હાલા.૧/૪

પદ ૭૫૪ મું. –રાગ પરજ દેશી –પદ ૧/૪

ઝૂલોને વ્હાલા હિંડોળે, ઝૂલોને વ્હાલા.

રતન હિંડોળે રાજ બિરાજો, નટવર નંદલાલા. હિંડોળે. ૧

હેતે ઝૂલાવું ગાવું ગુણગણ, ગોવિંદ ગોપાલા. હિંડોળે. ૨

નેણાં ભરીને નીરખું ચંચળ, ચીતવણીના ચાલા. હિંડોળે. ૩

પ્રેમાનંદના નાથ પહેરાવું, મોતીની માલા. હિંડોળે. ૪

મૂળ પદ

ઝૂલોને વ્હાલા હિંડોળે, ઝૂલોને વ્હાલા.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી