ઝૂલાવું ધીરે નાથજીને ઝૂલાવું ધીરે, ૩/૪

પદ ૭૫૬ મું. – રાગ પરજ દેશી- પદ ૩/૪

ઝૂલાવું ધીરે નાથજીને ઝૂલાવું ધીરે,

સુંદર કનક હિંડોળો બાંધ્યો, કાલીંદ્રી તીરે. નાથ. ૧

ઝરમર ઝરમર મેહુલો વરસે, ગરજે ગંભીરે . નાથ. ૨

સુરસુતા અતિ સુંદર શોભે વહે નિર્મળ નીરે. નાથ. ૩

પ્રેમાનંદ કહે શોર મચાવ્યો, મોર કોકિલ કીરે. નાથ. ૪

મૂળ પદ

ઝૂલોને વ્હાલા હિંડોળે, ઝૂલોને વ્હાલા.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી