રૂડે રત્ન હિંડોળે નાથ હળવે ઝૂલાવું રે;૧/૪

પદ ૭૫૮ મું. – રાગ સામેરી – પદ ૧/૪

રૂડે રત્ન હિંડોળે નાથ હળવે ઝૂલાવું રે;

જોઇ મદન મનોહર રૂપ રાજી થાઉં રે. રૂડે.

એ હરિવર હિંડોળાતણીરે, ઉપમા નવ કહેવાયે;

સુર શશી શરમાઇને, વસ્યા ગગનમંડલમાં જાયે. હળવે. ૧

એ હીરામણિ હેમે જડ્યા રે, પચરંગી રત્ન પ્રવાલ;

ગજમોતીપર પોખરા, શોભે પના પિરોજા લાલ. હળવે. ૨

એ જુવે આવી આકાશમાં રે, અમર વિમાન અપાર;

નિરખી નટવર નાથને, જાય વારણે વારમવાર. હળવે. ૩

એ હરિજન ગાયે હરખે ભર્યા રે, વાજે ઝાંઝ મૃદંગ;

પ્રેમાનંદ છબી જોઇને, મોહ પામ્યા કોટી અનંગ. હળવે. ૪

મૂળ પદ

રૂડે રત્ન હિંડોળે નાથ હળવે ઝૂલાવું રે;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા



પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0