આવ્યો શ્રાવણ માસ અનૂપ , હિંડોળો માચ્યો રે;૨/૪

 પદ ૭૫૯ મું. –રાગ સામેરી- પદ ૨/૪

આવ્યો શ્રાવણ માસ અનૂપ , હિંડોળો માચ્યો રે;
થયો રાજી જોઇ મહેશ, તાંડવ નાચ્યો રે. આવ્યો.
એ શ્રાવણ ઋતુ રળિયામણી રે બોલે દાદુર મોર;
વીજલડી ચમકા કરે, વરસે ગરજે ગગન ઘોર. હિંડોળો. ૧
એ ઝૂલાવે વ્રજસુંદરી રે, આનંદ અંગ ન માયે;
ગુણલા ગિરધરલાલના, ગોપી આગે ઉભી ગાયે. હિંડોળો. ૨
એ વૃંદાવન રળીયામણું રે, સુંદર જમુના તીર;
પ્રફુલ્લિત દ્રુમલતા વેલીયો, બોલે કલવર કોકિલા કીર. હિંડોળો.૩
એ હિંડોળે હરખે ભર્યા રે, ઝુલે શ્રીઘનશ્યામ;
પ્રેમાનંદ જોઇ નાથને, થયો પાવન પૂરણકામ. હિંડોળો. ૪
 

મૂળ પદ

રૂડે રત્ન હિંડોળે નાથ હળવે ઝૂલાવું રે;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
રાજેન્દ્રભાઇ પાલા
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0