ઝૂલે પુરુષોત્તમ પરબ્રહ્મ, હિંડોળે હેલી રે; જોઈ નટવર સુંદર છેલ, આનંદ એલી રે ૩/૪

 ઝૂલે પુરુષોત્તમ પરબ્રહ્મ, હિંડોળે હેલી રે;
	જોઈ નટવર સુંદર છેલ, આનંદ એલી રે...ટેક.
રાજે રસિક ચુડામણી રે, હિંડોળે હરિરાય;
	શારદા નારદ શેષથી એ, શોભા કહી નવ જાય-હિંડોળે૦ ૧
કિરીટ મુગટ કટી કાછની રે, કરણે કર્ણિકાર;
	મુખ મરકલડો જોઈને મોહ્યો, રતિવનિતા ભરતાર-હિંડોળે૦ ૨
મણીગર ભૂષણ અંગમાં રે, ઉર વૈજયંતી માલ;
	નીલગીરી પર ઉગિયા જાણે, અગણિત તરણિબાલ-હિંડોળે૦ ૩
લાવણ્યતા ઘણી લાલની રે, રસના નવ કહેવાય;
	ચરણ નખ છબી ઉપરે, પ્રેમાનંદ વારી જાય-હિંડોળે૦ ૪ 
 

મૂળ પદ

રૂડે રત્ન હિંડોળે નાથ હળવે ઝૂલાવું રે;

મળતા રાગ

સખી હૈડે તે હરખ ન માંય (રાગ-સામેરી)

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૩
Studio
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
વિડિયો
અમન લેખડિયા
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
અજાણ
ઝૂલો મહારાજ
Studio
Audio & Video
0
0