ઝૂલે હિંડોળે બલવીર, જમુનાતીરે રે;૪/૪

૭૬૧ મું. – રાગ સામેરી- પદ ૪/૪

ઝુલે હિંડોળે બલવીર, જમુનાતીરે રે;

ઝૂલાવે વ્રજની નારી, હેતે ધીરે ધીરે રે. ઝુલે.

એ સુંદર તટ રવિજાતણું રે, ત્રિવિધ વહે સમીર;

પ્રફુલ્લિત માધવી કેતકી, ફુલ્યા નવદલપદ્મ રૂચીર. જમુના. ૧

એ કલરવ બોલે કોકિલા રે, મધુકર કરે ગુંજાર;

બોલે બરહિ દાદુર ગાયે, ગુણી જન રાગ મલાર. જમુના. ૨

એ કુસુમ હિંડોળે કાનજી રે, ઝુલે આનંદકંદ ;

ગોપીકાગણ ચાંદની માંઇ , શોભે જેમ પૂરણચંદ. જમુના. ૩

એ નિર્જર વરસે માલતી રે, પારિજાત કરી પ્યાર;

પ્રેમાનંદ ઘનશ્યામ પર, જાયે વારણે વારમવાર. જમુના. ૪

મૂળ પદ

રૂડે રત્ન હિંડોળે નાથ હળવે ઝૂલાવું રે;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી