જયદેવ જયદેવ જય સુંદર શ્યામ ૧/૧

પદ ૭૬૬ મું. – આરતી – પદ ૧/૧
 
જયદેવ જયદેવ જય સુંદર શ્યામ ( ૨)
હિંડોળા વિહારી (૨) હરિ પૂરણ કામ ; જય.
અક્ષરધામનિવાસી પૂરણ (૨) પુરુષોત્તમ નામ. જય. ૧
ધન્ય જમુના વૃંદાવન ધન્ય ગોકુળ ગામ (૨)
દિવ્ય નરાકૃતિ ધારી પ્રગટ્યા સુખધામ . જય. ૨
નીલકલેવર પીતપટ ઉર મુક્તાદામ (૨)
વામે ભાગ વિરાજે વર રાધા ભામ. જય. ૩
જુગલ મનોહર જોરી, પુરો મન હામ(૨)
પ્રેમાનંદના ઉરમાં રહો આઠો જામ. જય. ૪ 

મૂળ પદ

જયદેવ જયદેવ જય સુંદર શ્યામ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી