જયદેવ જયદેવ જય સૂકર રૂપા ૧/૧

આરતી----
 
જયદેવ જયદેવ જય સૂકર રૂપા (૨)આરતી ઉતારું (૨) સચરાચર ભૂપા. જય.
લાયે અવની મહાબળ, દંતાગ્રહ ધારી (૨)રૂપ વરાહ મુરારી, જય જય જયકારી. જય. ૧
આદિ દૈત્ય હિરણ્યાક્ષ, પ્રાક્રમ કરી માર્યો (૨)ભૂભૃત સહિત મહી સ્થાપન કરી, મહાજશ વિસ્તાર્યો. જય. ૨
જુગજુગ પ્રતિ અખિલાત્મા, અગણિત તનુ ધરતા (૨)નિજજન સંકટ હારી (૨) અતિ આનંદ કરતા. જય. ૩
નમ્નાનન નિરર્જર મિલિ , પુષ્પાંજલી વરષે (૨)પ્રેમાનંદ બલહારી (૨) ચબી નિરખી હરષે. જય. ૪ 

મૂળ પદ

જયદેવ જયદેવ જય સૂકર રૂપા

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી