આજ અષ્ટમી આનંદકારી, પ્રગટે દેવ મુરારી હો;૧/૪

 દોહા---

આજ મહોત્સવ મુદિતમન, સુર સજ્જન દ્વિજ દાસ;
ત્રિભુવન જન આનંદ ભયો , અસુરનકે ઉર ત્રાસ.                                                ૧
શ્રાવન વદી શુભ અષ્ટમી, રોહીણી બુધવાર;
અર્ધ નિશિ પ્રગટ ભયે, હરિજુ હરન ભૂભાર.                                                            ૨
 
પદ ૭૭૯ મું.- રાગ માલિગાડો –પદ ૧/૪
આજ અષ્ટમી આનંદકારી, પ્રગટે દેવ મુરારી હો;
નંદરાય ઘર નોબત બાજે, ભઇ હે કોલાહલ ભારી હો.                          આજ. ૧
ચંદનગાર સંવારતી ભામિની, બહુવિધ ભવન અટારી હો;
મંગળ કુંભ ભરે ઘરઘર શુભ, બાંધે તોરણ દ્વારી હો.                             આજ. ૨
પૂરે ચોક સોહાગિની આંગન, ગજમોતિન ભરી થારી હો;
ધ્વજા પતાક ધૂપ દીપક બહુ, ભવન છબી ભઇ ન્યારી હો.                 આજ. ૩
પહેરે ભૂષન વસન અમોલિક ગોકુળ ગોપકુમારી હો;
પ્રેમાનંદ કહે વારે હરિપર, ધર્મ અર્થ ફળ ચારી હો.                              આજ. ૪
 

મૂળ પદ

આજ અષ્ટમી આનંદકારી, પ્રગટે દેવ મુરારી હો;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી