ઘરકો ઢાઢી હો તિહાંરે, ઘરકો હું ઢાઢી હો;૧/૨

પદ ૮૦૩ મું.- રાગ મારૂ – પદ ૧/૨
 
ઘરકો ઢાઢી હો તિહાંરે, ઘરકો હું ઢાઢી હો;સુનિ સુત જન્મ આયો ઉઠી આતુર, પૂરન આશા બાઢી.  તિહાંરે. ૧
આયેરુ ચારણ ભાટ જાચક, બોલત કુક ન પાડી હો;તિનકું બહુત દિયો નંદજી, મુખ માગ્યો ભંડાર ઉઘાડી.  તિહાંરે. ૨
મણિ કંચન મુક્તા વટભૂષન, ગજ રથ ઘોડે ગાડી હો;મોહિ મિલે મારગમેં માનું જાત, રાજા રજવાડી.  તિહાંરે. ૩
અબ મોહિ દીજે મેરો મન ભાયો, નંદજુ ન કીજે આડી હો;વદન દેખાવો શ્રી મદનમોહનકો, લાવો લાલ ઉઠાડી.  તિહાંરે. ૪
લાખ ન લેઉં કરોર ન લેહું, દેશ ગામ ફૂલ\વાડી હો;તિહાંરે પ્રતાપ રિદ્ધિ સિદ્ધિ મેરો , દ્વાર બુહારત ઝાડી.  તિહારો. ૫
સુંદર શ્યામ કમળમુખ બોલે, મૈયા મૈયા માડી હો;યહ બોલની ઉર ધારી પ્રેમાનંદ, ઓર વાસના છાંડી.  તિહારો. ૬ 

મૂળ પદ

ઘરકો ઢાઢી હો તિહાંરે, ઘરકો હું ઢાઢી હો;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી