જયદેવ જયદેવ, જય નર વિખ્યાતા ૧/૧

આરતી---
 
જયદેવ જયદેવ, જય નર વિખ્યાતા (૨)અર્જુન અસુરનિકંદન (૨) સુર નર મુનિ ત્રાતા; જય.
પ્રગટ ભયે પાંડુકુળ, નારાયણ ભ્રાતા;(૨)કૌરવ વંશ નિષુદન (૨) સજ્જન સુખદાતા. જય. ૧
કરવર ધર શર ગાંજીક (૨ ) કટિ અક્ષય ભાતા;(૨)શત્રુદર્પ વિમર્દન (૨), શરણાગત પાતા. જય. ૨
શંભુજીત વાસવજીત, અજીત નરનાથા; (૨)નામ સુણી શત્રુ ઉર (૨) નાશિત સુખસાતા. જય. ૩
શેષ શંભુ સુરેન્દ્રા ગાવત ગુણધાતા (૨)પ્રેમાનંદ પુલકિત ગુણ (૨) ગાવત હરખાતા. જય. ૪ 

મૂળ પદ

જયદેવ જયદેવ, જય નર વિખ્યાતા

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી