આજ મહોત્સવ મહામંગળ દિન, ગાઇએ ગણપતિ દેવા હો;૧/૪

ગણપતિ મહોત્સવ પદો ( ભાદ્ર શુક્લ ચતુર્થી )
દોહા----
લંબોદર ગજવદન શુભ, સદા તે બાળસ્વરૂપ,
સર્વે પહેલો પૂજીએ , ગૌરીપુત્ર અનૂપ.              ૧
એક દંત ત્રિલોચન ચતુર્બાહું શશિ ભાલ,
વિઘ્નરાજ વરદાયક , ગણપતિ ગૌરીબાલ.      ૨
પદ ૮૧૩ મું. રાગ આશાવરી- પદ ૧/૪
આજ મહોત્સવ મહામંગળ દિન, ગાઇએ ગણપતિ દેવા હો;
પૂજીએ પારવતીનંદન શુભ , અતિ આનંદ સુખ લેવા હો.        આજ. ૧
ભાદ્ર માસ ચોથ અજવાળી, ગણપતિ પૂજન કીજે હો;
નાશે દુઃખ દારિદ્રય વિઘ્ન સઉ, મનવાંછિત ફળ લીજે હો.       આજ. ૨
ગજ મોતીના ચોક પુરાવો, બાંધો તોરણ દ્વારે હો;
ચંદન પુષ્પ ધૂપ દીપક લઇ, પૂજીએ વિવિધ ઉપચારે હો.       આજ. ૩
કંચનથાલ ભરી ધરી આગે, મોદક મંગળકારી હો;
જગવંદન જમાડિએ જુક્તે, વિઘ્નરાજ અધહારી હો.               આજ. ૪
વાજાં વાજે વિવિધ ભાતનાં, ઢોલ નોબત શરણાઇ હો;
પ્રેમાનંદ કહે ઝાંઝ મૃદંગ લઇ, ગાવો મંગળ વધાઇ હો.         આજ. ૫ 
 

    

મૂળ પદ

આજ મહોત્સવ મહામંગળ દિન, ગાઇએ ગણપતિ દેવા હો;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જયસુખભાઈ રાણપરા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
0