ગાઇએ ગણપતિ ગૌરીનંદન, જગવંદન બહુનામી હો;૩/૪

પદ ૮૧૫ મું. –રાગ આશાવરી- પદ ૩/૪
 
ગાઇએ ગણપતિ ગૌરીનંદન, જગવંદન બહુનામી હો;પૂજ્ય દેવ છે, ધર્મવંશના, ગજવદનો ગણસ્વામી હો. ગાઇએ. ૧
તેત્રિશ ક્રોડ દેવ શિવ બ્રહ્મા , સહુ પહેલો પૂજાયે હો;ગાંધર્વ સિદ્ધ ચારણ વિદ્યાધર, અતિ વર્ણવી જશ ગાયે હો. ગાઇએ. ૨
સુર નર અસુર ઇશ મુનિ માનવ , પૂજે પ્રથમ પધરાઇ હો;ત્યારે કારજ સુધરે સહુનાં, વિઘ્નરહિત સુખદાઇ હો. ગાઇએ. ૩
વિદ્યા વારિધિ બુદ્ધિ વિધાતા , રિદ્ધિ સિદ્ધિ વર કાવે હો;ધર્મવંશના પૂજ્ય દેવ જાણી, પ્રેમાનંદ ગુણ ગાવે હો. ગાઇએ. ૪ 

મૂળ પદ

આજ મહોત્સવ મહામંગળ દિન, ગાઇએ ગણપતિ દેવા હો;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પ્રવિણભાઇ ઝવેરી

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

પરંપરાગત (સ્વરકાર)
શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
0