ગણપતિને જોવા ચાલો સખી, ગણપતિને જોવા;૨/૪

પદ ૮૨૨ મુ.-રાગ ગરબી –પદ ૨/૪
 
ગણપતિને જોવા ચાલો સખી, ગણપતિને જોવા;
સુંદર રૂપ ધર્યુ ગિરિજા સુત, ત્રિભોવનને મો'વા.  ચાલો. ૧
ગૌર વરણ ગજવદન ત્રિલોચન, દેખીને દુઃખ ખોવા.  ચાલો. ૨
દુઃખભંજન દુંદાલા કુંવરને, ચરણે ચિત્ત પ્રોવા.  ચાલો. ૩
પ્રેમાનંદ કહે પૂજીએ પ્રીતે, વિઘ્નને વગોવા.  ચાલો. ૪ 

મૂળ પદ

ગજાનન ગાઇએ દુંદાલો, ગજાનન ગાઇએ દુંદાલો;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી