ગણપતિ બહુનામી પૂજો પ્રીતે, ગણપતિ બહુનામી;૩/૪

પદ ૮૨૩ મું. –રાગ ગરબી ૩/૪
 
ગણપતિ બહુનામી પૂજો પ્રીતે, ગણપતિ બહુનામી;
વિઘ્ન વિનાયક શુભ વરદાયક, દુઃખ સદનનો સ્વામી.  પૂજો. ૧
એકદંત ગજવદન લંબોદર, વર ઉંદર ગામી.  પૂજો. ૨
તેજ પ્રતાપ પ્રબળ પરિપૂરણ, ઇશ અંતરજામી.  પૂજો. ૩
પ્રેમાનંદ કહે પૂજીએ હેતે, કશી ન રહે ખામી.  પૂજો. ૪ 

મૂળ પદ

ગજાનન ગાઇએ દુંદાલો, ગજાનન ગાઇએ દુંદાલો;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી