જય મંગળકારી જય મંગળકારી; ૧/૧

ગણપતિ આરતી
 
જય મંગળકારી જય મંગળકારી;આરતી ઉતારું ગણપતિ ભયહારી.  જય.
વંદિત ચરન સુરાસુર , ત્રિભુવન વિખ્યાતા, (૨)કામરિપુ સુત સુંદર (૨) મનવાંછિત દાતા.  જય. ૧
ગૌર વરણ ગિરિજાસુત , સુંદર ગજવદના, (૨)શોભિત શશિવર ભાલે (૨) જય જય સુખસદના.  જય. ૨
એક દંત અધમોચન, ઉંદર અસવારી (૨)લંબોદર ગણનાયક (૨) વરદાયક ભારી.  જય. ૩
સિંદુર ઉરગ વિભુષણ, ભૂષિત સુખરાશી (૨)પ્રેમાનંદ બલિહારી (૨) શિવસુત અવિનાશી.  જય. ૪ 

મૂળ પદ

જય મંગળકારી જય મંગળકારી;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી