આજ માઇ ધનતેરસ દિન ધન્ય હે૨/૨

આજ માઇ ધનતેરસ દિન ધન્ય હે .                                      આજ.
કેશવ રામ સભા બિચ બની ઠની, બેઠે બહુત પ્રસન્ન હે.          આજ. ૧
સોહે ગૌર બરન બળદાઉ, મોહન શ્યામ બરન હે;
માનો ગૌર નીલ શશિ જોટી, સખા સબે ઉડુગન હે.                આજ. ૨
પૂછત ગોપ પ્રતિ રે ભૈયા, સુ'નો મોર વચન હે; 
કાલે આઇ રૂપ ચૌદશ , પરસોં દિવારી દિન હે.                     આજ. ૩
ગાઇન સકળ સિગારો ભલિવિધિ, પહિરો વસન ભૂષન હે;
પ્રેમાનંદ પ્રભુ કહે ચલો બન, ગાઇ ખેલાવન મન હે.             આજ. ૪ 

મૂળ પદ

આજ માઇ નંદરાની ધન ધોયે, આજ.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી