સખી ન્હાવા પધારે છે વ્હાલો, દિવ્ય મૂર્તિ રસિક ધર્મલાલો, ૧/૧

સખી ન્હાવા પધારે છે વ્હાલો, દિવ્ય મૂર્તિ રસિક ધર્મલાલો,
ચાલો ચાલોને દર્શને જઇએ, વ્હાલો નિરખીને સુખિયા થઇએ...ટેક
સંતો સાથે શ્રીજી શોભે, જોતાં મારું હૈયું લોભે,
એની મોહક મૂર્તિ ભારી, હું તો તન-મન સર્વે વારી,
મારું હૈયું કહે છે હાલો હાલો...દિવ્ય૦ ૧
મારે હૈયે એવું તાન, મને ભેટે ભગવાન,
મને નથી કાંઇ જ્ઞાન, હું તો ભૂલી દેહભાન,
હું તો ભેટીને ચુમુ તેના ગાલો...દિવ્ય૦ ૨
સખી જોને એનુ રૂપ, કેવા શોભે જગભૂપ,
સર્વે ધામોના છે ધામી, મારા સહજાનંદ સ્વામી,
સખી જ્ઞાનજીવનનો છે વ્હાલો...દિવ્ય૦ ૩

મૂળ પદ

સખી ન્હાવા પધારે છે વ્હાલો, દિવ્ય મૂર્તિ રસિક ધર્મલાલો,

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી