શ્રી હનુમાનની હાંક સુંણીને, નાસે અશુભ ભયકારી હો;૪/૪

પદ ૮૬૦ મું. –રાગ માલીંગડો – પદ ૪/૪

શ્રી હનુમાનની હાંક સુંણીને, નાસે અશુભ ભયકારી હો;

ઘોર પિશાચ ભૂત બ્રહ્મરાક્ષસ , કૃત્યા આદિક ભારી હો. શ્રી. હ. ૧

વીર વેતાળ ચૂડેલ ને ડાકણ, ગ્રહ આદિ જે ઘોર હો;

હનુમાન એવું નામ સંભારતાં, નાસે તે પાડી બકોર હો. શ્રી. હ. ૨

આપે પુત્ર વિત્ત સુખ વાંછિત, જપે જે મંત્રનો જાપ હો;

કાપે રોગ ને દુઃખ દરિદ્રતા, અનેક જનમનાં પાપ હો. શ્રી હ. ૩

ધર્મવંશી જે નરનારી સહુ, પૂજીએ અતિ શુદ્ધ ભાવે હો;

ધર્મકુળના પૂજ્ય દેવ છે, પ્રેમાનંદ પ્રીતે ગાવે હો . શ્રી. હ. ૪

મૂળ પદ

ઉત્સવ આજ પવનસુતકો શુભ , ગાઇએ કરી અતિ પ્યાર હો;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ખુશાલ પાટડિયા
સોહિની
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

પરંપરાગત (સ્વરકાર)
શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
0